જાસૂસી થઈ રહી હોવાની જાણકારી ભારત સરકારને મે મહિનામાં જ આપી દેવાઈ હતીઃ વોટ્સએપ

Thursday 07th November 2019 06:30 EST
 

નવી દિલ્હીઃ વોટ્સઅપનો ઉપયોગ કરીને ઈઝરાયેલી કંપની એનએસઓ ગ્રુપ દ્વારા કુલ ૧૪૦૦ વ્યક્તિની જાસૂસી થઈ છે. એમાંથી ૨૦થી વધારે વ્યક્તિ ભારતના પણ છે. આ જાણકારી બહાર આવ્યા પછી ભારત સરકારે વોટ્સઅપ પાસેથી આ જાસૂસી અંગે જાણકારી અને ખુલાસો માગ્યો છે. જોકે વોટ્સઅપના જવાબથી ભારત સરકાર ખોટું બોલી રહી હોય એવુ લાગે છે. વોટ્સઅપે આજે કહ્યું હતુ કે અમે મે-૨૦૧૯માં જ ભારત સરકારને સૂચના આપી દીધી હતી કે જાસૂસી થઈ રહી છે. ઈઝરાયેલી ટેકનોલોજી કંપની એનએસઓ ગ્રુપ દ્વારા જાસૂસી થઈ રહી હોવાની જાણ થયા પછી ભારતના આઈ.ટી. પ્રધાન રવિશંકર પ્રસાદે વોટ્સઅપ પાસેથી આ ગરબડનો જવાબ માગ્યો હતો. એ વાતનો જવાબ આપતા વોટ્સઅપે આજે બયાન આપ્યું હતુ કે વોટ્સઅપ દ્વારા જાસૂસી થઈ રહી છે એવી જાણકારી અમે ભારત સરકારને મે-૨૦૧૯માં જ આપી દીધી હતી.

સાથે સાથે અમે એ વાત પણ ભારત સરકારને કહી હતી કે સુરક્ષામાં ખામી જણાઈ છે અને તે સુધારવા માટે અમે કામ કરી રહ્યાં છીએ. પરંતુ સરકારથી આ વાત છૂપાવાઈ છે એ વાતમાં દમ નથી. ભારત ઉપરાંત અન્ય દેશોને પણ ત્યારે જ આ જાણકારી આપવામાં આવી હતી, જ્યાં જાસૂસી થઈ રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter