મુંબઇઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લિમિટેડ તેના ટેલિકોમ બિઝનેસ જિયો ઇન્ફોકોમને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપની 52 હજાર કરોડ રૂપિયાનો દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવવા જઈ રહી છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, રિલાયન્સે આ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે વાતચીત શરૂ કરી છે. આ આઈપીઓ આવતા વર્ષના શરૂઆતના મહિનામાં લોન્ચ થઈ શકે છે.