જીપનાં બોનેટ પર યુવકને બાંધનારા મેજરને ક્લિન ચીટ

Thursday 18th May 2017 08:48 EDT
 

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં આર્મી જીપના બોનેટ પર એક શખસને બાંધનારા મેજર નીતિન ગોગોઈને સેનાની કોર્ટ ઓફ ઇન્કવાયરી (સીઓઆઈ)એ ક્લિન ચીટ આપી છે. પથ્થરબાજોથી બચવા ૫૩ રાષ્ટ્રીય રાઇફલ્સે એની જીપની આગળ બાંધી ફારૂક અહમદ ડારનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. આ વીડિયોને ઓમર અબદુલ્લાએ ટ્વિટ કરીને કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની માગણી કરી હતી. સૂત્રના જણાવ્યા મુજબ કર્નલ રેન્કના એક અધિકારીએ ઇન્ક્વાયરી કરી હતી જેમાં ડારને પણ બોલાવાયો હતો. ડારે તપાસ સમિતિને જણાવ્યું હતું કે એ વોટ આપવા નીકળ્યો હતો અને જીપની આગળ બાંધવામાં આવ્યો. આને કારણે એને આંતરિક ઇજા પણ થઇ છે. એણે દાવો કર્યો હતો કે એ પથ્થરબાજ નથી. જોકે એને જીપ સાથે એટલા માટે બાંધવામાં આવ્યો કે કાફલો સુરક્ષિત રીતે જઈ શકે. બીજી તરફ સૈન્યના અનેક વરિષ્ઠ અધિકારીઓએ આ આઇડિયા માટે મેજરના વખાણ કર્યા હતા. એક સૂત્રના કહેવા મુજબ અનેકના જીવ બચાવવા અને સૂઝબૂઝ બતાવવા માટે ઓફિસરને અભિનંદન પણ અપાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter