જો જીત મળે તો શરદજી વડા પ્રધાન પદ તમને ગિફ્ટ કરીશુંઃ રાહુલ ગાંધી

Friday 23rd March 2018 08:33 EDT
 
 

મુંબઈઃ કોંગ્રેસના અધ્યક્ષપદની જવાબદારી માથે આવ્યા પછી રાહુલ ગાંધીએ મોદી સરકારની બોલ સામે ફટકાબાજી ચાલુ કરી દીધી હોવાનું સ્પષ્ટ દેખાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર માટે એવો જબરદસ્ત હરીફ તરીકે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર હોઈ શકે છે એ જાણીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીના સામે અલગ અલગ પેંતરા અજમાવવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળે છે.

રાહુલ ગાંધીએ શરદ પવારની મુલાકાત લઈને બંધબારણે વિસ્તારથી ચર્ચા કરી અને આ ચર્ચામાં રાહુલ ગાંધીએ શરદ પવારને યુપીએના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાંના વડા પ્રધાનના ઉમેદવાર તરીકે ઓફર આપી હોવાનું તેમજ મોદીના વિરોધમાં જે જે પાર્ટીઓ છે એ બધાને એકત્ર કરવાની જવાબદારી સુપરત કરી હોવાનું જાણવા મળે છે. વર્તમાન રાજનીતિમાં શરદ પવારે રાજનીતિના 'ચાણક્ય' તરીકે ઓળખવામાં આવે છે. રાહુલ ગાંધીએ પોતાની રાજકીય મર્યાદાઓ ઓળખીને મોદીને ટક્કર માટે એવા નેતા તરીકે શરદ પવારની યુપીએના ભાવિ વડા પ્રધાન તરીકે પસંદગી કરી હોવાનું જાણવા મળે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બારામતીમાં જઈને હું પવારની આંગળી પકડીને રાજનીતિમાં આવ્યો છું અને હંમેશા હું શરદ પવારનું માર્ગદર્શન લેતો રહું છું એવા શબ્દોમાં વખાણ કર્યાં હતાં.

ભારતીય જનતા પાર્ટી અને એમના ગઠબંધનવાળી એની ૨૧ રાજ્યોમાં સત્તા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રોકવા માટે કોઈપણ પગલું ભરવાની કોંગ્રેસની તૈયારી છે મોદીનો પડકાર ઝીલવા અને એમને ૨૦૧૯ની ચૂંટણીમાં હરાવવા માટે યુપીએ આ સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળના ગઠબંધને હુકમનો એક્કો તરીકે શરદ પવારને આગળ કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.

રાહુલના નેતૃત્વ હેઠળ ૨૦૧૯ની ચૂંટણી એકલે હાથે કોંગ્રેસ જીતી શકશે નહીં એવી કોંગ્રેસના નેતાઓની ધારણા હોવાથી મોદીનો અશ્વ રોકવા માટે અને એમને પછાડવા માટે તમામ વિપક્ષો એક થાય અને એક બેનર હેઠળ ચૂંટણી લડે તો જીત પાકી છે અને એના માટે શરદ પવાર કાબેલ એવા વડા પ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે એમ માનતું હોવાથી રાહુલ ગાંધીએ આ ઓફર શરદ પવારને આપી હોવાનું જાણવા મળે છે.

શરદ પવાર આ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના અંગત મિત્ર તરીકે ઓળખવામાં આવે છે અને જો શરદ પવારને વડાપ્રધાનપદ આપવામાં આવે તો પ્રતિભાતાઈ પાટીલની જેમ શરદ પવારને ઉદ્ધવ અને રાજ ઠાકરે સમર્થન આપીને મરાઠી કાર્ડ આગળ વધાવી શકશે, એવી પણ ચર્ચા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter