વારાણસીઃ પૌરાણિક નગરીમાં આવેલી જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરીમાં પૂજાનો અધિકાર મેળવવાની માગણી કરતી અરજીની સુનાવણી વારાણસી કોર્ટમાં થઈ હતી. કોર્ટે હિન્દુ પક્ષની અરજીને સુનાવણી યોગ્ય ગણીને વધુ સુનાવણી માટે 22 સપ્ટેમ્બરની તારીખ જાહેર કરી છે. મુસ્લિમ પક્ષની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. બંને પક્ષે કોર્ટમાં લાંબી અને આક્રમક દલીલો કરી હતી. વારાણસી જિલ્લા કોર્ટમાં આ અરજીના સંદર્ભમાં ૨૬મી મેથી દલીલો થતી હતી.
વારાણસી કોર્ટે જ્ઞાાનવાપી-શ્રૃંગાર ગૌરીમાં પૂજા વિધિના અધિકારની હિન્દુ પક્ષની અરજીની સુનાવણી કરી હતી. હિન્દુ પક્ષની અરજીને સુનાવણી યોગ્ય માનીને કોર્ટે હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પાંચ મહિલાઓની અરજીના સંદર્ભમાં કોર્ટે એ દલીલ માન્ય રાખી હતી કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ક્યારેક માલિક બદલાઈ શકે નહીં. તેનો અધિકાર જે તે દેવનો રહે છે.


