ધનબાદઃ બિહાર પછી હવે ઝારખંડના ધનબાદમાં ખુલ્લામાં પરીક્ષા અને સામૂહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. દેશમાં શિક્ષણનું સ્તર કેટલી હદે કથળી ગયું છે તેનું આ જીવંત ઉદાહરણ છે. તાજેતરમાં ધનબાદની કોલેજમાં ખુલ્લામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સામૂહિક કોપી કરતા હોવાનું જણાયું હતું. ૯ જુલાઈએ ગોવિંદપુરમાં આરએસ મોરે કોલેજમાં ૧૧મા ધોરણમાં વિદ્યાર્થીઓ ઝાડ નીચે પરીક્ષા આપતા હતા અને તેઓ પાઠ્યપુસ્તક જોઈને ખુલ્લેઆમ ચોરી કરતા હોવાનું જણાયું હતું. એક ઘટનામાં તો પિતા તેના પુત્રને પુસ્તકમાંથી જોઈને જવાબ લખાવતા હોવાનું કેમેરામાં ઝડપાયું હતું.