ઝારખંડના પૂર્વ પ્રધાન એનોશ એક્કાને સાત વર્ષની જેલ

Tuesday 28th April 2020 15:56 EDT
 

રાંચીઃ ઝારખંડના પૂર્વ પ્રધાન એનોશ એકકાને મની લોન્ડરિંગના કેસમાં સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તેમને બે કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. એનોસ એક્કા પર મની લોન્ડરિગના આરોપી છે. તેમના પર ૨૦ કરોડ ૩૧ લાખ રૂ. ૭૭ હજારનું મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે. ૨૧ માર્ચે કોર્ટે એનોસને દોષિત ઠેરવ્યા હતાં. લોકડાઉનને કારણે ચાર વખત સજાની તારીખ લંબાવવામાં આવી હતી. ઇડીએ ઓક્ટોબર, ૨૦૧૯માં એનોશની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. ઇડીએ ૫૬ સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતાં. એનોસે પોતાની તરફેણમાં ૭૧ સાક્ષીઓ રજૂ કર્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter