ઝારખંડના ભાજપ અધ્યક્ષ તાલા મરાન્ડીના દીકરા મુન્નાના ૧૧ વર્ષની સગીરા સાથે લગ્ન

Monday 04th July 2016 07:31 EDT
 
 

રાંચી: ઝારખંડમાં મોદી સરકારના જ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના જાહેરમાં લીરેલીરા ઉડાડતી ઘટના તાજેતરમાં બની છે. ઝારખંડના ભાજપ પ્રમુખ તાલા મરાન્ડીના પુત્ર મુન્ના મરાન્ડીએ ૧૧ વર્ષની સગીરા સાથે તાજેતરમાં લગ્ન કર્યાં હોવાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. ૨૭ જૂનના રોજ ઝારખંડના ગોડ્ડા વિસ્તારમાં મુન્નાના લગ્ન થયાં હતાં અને મુન્નાનું રિસેપ્શન ૨૯ જૂને યોજાયું હતું. એ પછી વળી, અન્ય એક સગીરાએ મુન્ના પર જાતીય સતામણીના આક્ષેપો કર્યાં છે. તેનાથી આગમાં ઘી રેડાયું છે.

એસડીએન અકાદમીએ આ મામલે કહ્યું છે કે, આ સગીરાનો જન્મ ૨૫ જુલાઈ ૨૦૦૫ના થયો હતો. તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. જિલ્લા ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર રિતેષકુમાર આ મામલે કહે છે કે, તેમને મુન્નાના સગીરા સાથે લગ્નની માહિતી મળતાં તેમણે તપાસના આદેશો જારી કર્યાં છે. આ મામલે કોંગ્રેસે ભાજપના રાજ્ય પ્રમુખના રાજીનામાની માગણી પણ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter