ઝારખંડમાં જંગલ બચાવવા મહિલાઓ વૃક્ષોને વળગીઃ વૃક્ષો કાપવાની કામગીરીનો પ્રચંડ વિરોધ

Saturday 24th June 2023 09:30 EDT
 
 

રામગઢ: ઝારખંડમાં રામગઢના મંડુ બ્લોક વિસ્તારના બુઢાખાપમાં આલોક સ્ટીલ પ્લાન્ટ ફેક્ટરીના વિસ્તરણનો વિરોધ શરૂ થયો છે. કંપની 22.92 એકર જંગલની જમીન સંપાદન કરવા જઈ રહી છે જેના માટે 20થી 30 હજાર વૃક્ષો કાપવામાં આવશે. આથી બુઢાખાપની મહિલાઓ ઝાડને વળગીને ચિપકો આંદોલનની જેમ વિરોધ નોંધાવી રહી છે. આકરા તડકામાં પણ મહિલાઓ ઝાડને વળગીને રક્ષા કરી રહી છે.
પ્રદૂષણના કારણે જમીન ઉજ્જડ
મહિલાઓનું કહેવું છે કે પ્રદૂષણને કારણે વૃક્ષોનો નાશ થઇ રહ્યો છે. ફેક્ટરીના ઝેરી ધુમાડા વન ક્ષેત્રને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. પ્રદૂષણને કારણે જમીનો પણ ઉજ્જડ બની રહી છે. ફેક્ટરીની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણે અહીંના લોકો પહેલેથી જ પરેશાન છે.
આવી સ્થિતિમાં જો આ વૃક્ષો કાપવામાં આવશે તો આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી જશે. મહિલાઓએ જણાવ્યું હતું કે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે વૃક્ષોના જતનનો સંકલ્પ લીધો છે. ગમે તે થાય, અમે આ વૃક્ષોને કાપવા નહીં દઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter