ટાટા પરિવાર પર વેબસીરિઝ

Friday 11th March 2022 06:12 EST
 
 

ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાની ધૂરા સંભાળી લીધા પછી રતન ટાટા ફરી લાઈમલાઈટમાં આવી ગયા છે. દેશના આ લોકપ્રિય બિઝનેસમેન અને સિદ્ધાંતવાદી વ્યક્તિના પરિવાર પર આધારિત વેબસીરિઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મસ્તરામ શોનું નિર્માણ કરનાર ઓલમાઈટી મોશન પિક્ચરે પત્રકાર ગિરીશ કુબેર લિખિત પુસ્તક ‘ધ ટાટાઝઃ હાઉ અ ફેમિલી બિલ્ટ અ બિઝનેસ એન્ડ અ નેશન’ના અધિકારો ખરીદી લીધા છે. ઓલમાઈટી મોશન પિક્ચરના વડા પ્રભલીન કૌર સાધુએ આ વાતને સમર્થન આપતાં કહ્યું કે અમે પુસ્તકના અધિકારો મેળવી લીધા છે. અને ઓછામાં ઓછી ત્રણ સિઝન તો બનશે.’ આ સીરિઝમાં માત્ર રતન ટાટાના જીવનનો જ નહીં પણ તેમના પૂર્વજોનો પણ સમાવેશ હશે. ટાટા પરિવારના જીવન પરથી વેબસીરિઝનું લેખન અને સંશોધન કાર્ય શરૂ થઈ ગયું છે. પટકથા તૈયાર થઈ ગયા પછી કલાકારોની પસંદગી કરાશે. આ પુસ્તકમાં ૧૮૨૨માં ગુજરાતના નવસારીમાં નસરવાનજી તાતાના જન્મથી કથાની શરૂઆત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter