અમદાવાદઃ દેશના પ્રતિષ્ઠિત બિઝનેસ ગ્રૂપ ટાટા સન્સના બોર્ડમાં ઉથલપાથલ શરૂ થયાના અહેવાલ ભારતીય ઉદ્યોગસમૂહમાં ચર્ચાનો વિષય બન્યા છે. છેલ્લા અગિયારેક મહિનાથી ચાલતી કોલ્ડ વોર અંતે વિજય સિંહની ટ્રસ્ટના બોર્ડમાંથી બાદબાકી થઇ ગઇ છે. ટાટા સન્સના બોર્ડમાં રહેલા ત્રણ નોમિની નોએલ ટાટા, વિજય સિંહ અને વેણુ શ્રીનિવાસન સામે એવા આક્ષેપ કરાયા હતા કે ટાટા સન્સમાં ચાલતા કેટલાક મહત્વના ડેવલોપમેન્ટ બાબતે માહિતી આપવામાં આ લોકો નબળા દેખાયા હતા.
છેલ્લા કેટલાક સમયથી ટાટા ટ્રસ્ટના બોર્ડરૂમમાં ચાલતી નારાજગીએ ટેન્શન ઉભું કર્યું હતું. ટાટા ટ્રસ્ટના નોમિનીને ટાટા સન્સના બોર્ડમાંથી દુર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં થયેલી બોર્ડ મિટીંગમાં ટાટા સન્સના ડાયરેક્ટર પદેથી વિજય સિંહને દુર કરવાનો નિર્ણય લેવાયો હતો.
સાતમાંથી ચાર ટ્રસ્ટીઓએ વિજય સિંહનો વિરોધ કર્યો હતો. વિજય સિંહ ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ છે અને ટ્રસ્ટ સાથે જોડાયા હતા. ત્રણ કલાક ચાલેલી બોર્ડની બેઠકમાં સાત ટ્રસ્ટીઓ બે જૂથમાં વહેંચાયેલા જોવા મળ્યા હતા. એક જૂથ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાનું હતું જેને વિજય સિંહનો તેમજ ટીવીએસ મોટોર કોર્પ.ના ચેરમેન વેણુ શ્રીનિવાસનનો ટેકો હતો. જ્યારે બીજા જૂથમાં સિટી બેંક ઇન્ડિયાના સીઇઓ પ્રમિત ઝવેરી, મુંબઈ સ્થિત વકિલ ડેરીયસ ખંભાતા, બિઝનેસ મેન મેહલી મિસ્ત્રી અને પૂણે સ્થિત દાનવીર જહાંગીર એચસી હતા. નટરાજન ચન્દ્રશેખરનના ચેરમેનશીપ હેઠળ ટાટા સન્સ રિઝર્વ બેન્ક સાથે મંત્રણા કરતું હતું ત્યારે બીજી તરફ બોર્ડ રૂમનો વિવાદ ચાલતો હતો.
તાજેતરમાં થયેલી બોર્ડ મિટીંગમાં વિજય સિંહ હાજર રહ્યા નહોતા. બોર્ડમાં જહાંગીર શ્રી રતન ટાટા ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરતા હતા. અગાઉ ટાટા ટ્રસ્ટમાં નોમિનીની નિવૃત્તિની વયુ નક્કી નહોતી કરાઈ પરંતુ ગયા વર્ષે 17ઓક્ટોબરે બોર્ડે નિવૃત્તિની ઉંમર 75 વર્ષની નક્કી કરાઈ હતી. હવે જ્યારે વિજય સિંહની ઉમર 77 વર્ષની થતાં તેમના નામની બાદબાકી કરાઈ હતી. વિજય સિંહ દિવંગત રતન ટાટા સાથે વર્ષોથી જોડાયેલા હતા.
મહત્વની વાત એ છે કે ટાટા સન્સના બોર્ડમાં હાલમાં છ સભ્યો છે. ત્રણ જગ્યા ભરવાની હતી અને તે કામ ટ્રસ્ટીઓના ટેકાથી કરવાનું હોય છે. બોર્ડમાં તમામ સભ્યો હોવા હોવા જરૂરી છે કેમકે વિવિધ ક્ષેત્રો જેવાંકે એરલાઈન સેક્ટર (એર ઈન્ડિયા), ઈ કોમર્સ (ટાટા ડિજીટલ), ચીપ મેન્યુફેક્ચરીંગ (ટાટા ઈલેકટ્રોનિસ્ક)માં મહત્વના નિર્ણયો માટે બોર્ડ જરૂરી બને છે.