ટિપૂ સુલતાનના ઇસ્ટ ઇંડિયા કંપની પર વિજયની ચિત્રાત્મક ઝાંખી

Saturday 09th April 2022 07:28 EDT
 
 

લંડનઃ મૈસૂરના શાસક હૈદર અલી અને તેના પુત્ર ટિપુ સુલતાને વર્ષ 1780માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની પર મેળવેલા ઐતિહાસિક વિજયને દર્શાવતા પેઇન્ટિંગની તાજેતરમાં લંડનમાં હરાજી થઈ હતી અને આ પેઇન્ટિંગ 6.27 લાખ પાઉન્ડની માતબર કિંમતે વેચાયું હતું. 10 સપ્ટેમ્બર 1780ના રોજ થયેલું પોલ્લિલૂર યુદ્ધ એ એંગ્લો-મૈસૂર યુદ્ધનો ભાગ હતો અને આ પેઇન્ટિંગ ઇસ્લામિક કલા જગતના કેન્દ્રમાં હતું. આ પેઇન્ટિંગની ઓક્શન હાઉસ સોધબી દ્વારા હરાજી કરાઈ હતી. યુદ્ધના વિઝ્યુઅલ રેકોર્ડ તેમજ પોતાના ઐતિહાસિક વિજયની યાદમાં ટિપૂ સુલતાને બેટલ ઓફ પોલ્લિલૂર નામક પેઇન્ટિંગ શ્રીરંગપટ્ટનમના દરિયા દૌલત બાગના મ્યૂરલના ભાગરૂપે તૈયાર કરાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter