ટ્રિપલ તલાક અને સિટિઝનશિપના ખરડા લટકી પડ્યાઃ ત્રીજી જૂને રદ્દ થશે!

Thursday 14th February 2019 05:42 EST
 

નવી દિલ્હીઃ ભાજપ સરકારને શરમમાં મૂકાવું પડે એવી સંસદીય ઘટનામાં જેના પર ભાજપને પૂર્વોત્તર રાજ્યોમાંથી મત મેળવવાના હતા તે અત્યંત વિવાદાસ્પદ સિટિઝનશિપ (સુધારો) બિલ રાજ્યસભામાં પસાર કરાવી શકાયો નહોતો.

આ બિલના કારણે આખા પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી અને ભાજપના જ બે મુખ્ય પ્રધાનો અરુણાચલના પેમા ખાન્ડુ અને મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરન ધિંગે જ વિરોધ કર્યો હતો. આ સિવાય પણ અનેક સંસ્થાઓએ એનડીએ સરકારે રજૂ કરેલા બિલ વિરોધ કર્યા હતા.

ઉપરાંત ઉત્તર પૂર્વના તમામ સાત રાજયોમાં આ વિવાદાસ્પદ બિલના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ૧૩મીએ રાજ્યસભાનો છેલ્લો દિવસ હતો અને લોકસભામાં પસાર કરી દેવાયેલા બંને ખરડાને અહીં પણ પસાર કરવામાં હતા, પરંતુ વિરોધ પક્ષોએ સરકારની આપખુદ શાહીને ચાલવી દીધી નહતી અને બંને બિલ પાસ કરવા દીધો નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter