ટ્રિપલ તલાક પ્રથા રદ્દ કરવા ૫૦ હજાર મુસ્લિમોની સહી

Thursday 02nd June 2016 07:41 EDT
 
 

નવી દિલ્હીઃ મુસ્લિમ પુરુષો ત્રણ વાર તલાક કહે એટલે તલાક માન્ય થઈ જાય તે નિયમની વિરુદ્ધ દેશની મુસ્લિમ મહિલાઓનો ભારે રોષ ભડક્યો છે. ટ્રિપલ તલાક પર પ્રતિબંધની માગણી કરતી અરજી પર પચાસ હજારથી વધુ મુસ્લિમોએ હસ્તાક્ષર કરી નાંખ્યા છે. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને આ અરજી કરી છે અને આ ‘બિનકુરાન પ્રથા’ ખતમ કરવા મહિલાઓના રાષ્ટ્રીય પંચના હસ્તક્ષેપની માગણી કરી છે.

બીએમએમએના સહસ્થાપક ઝકિયા સોમને કહ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં રાષ્ટ્રીય હસ્તાક્ષર ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ સહી થઈ ગઈ છે, જેમાં મહિલાઓ અને પુરુષોએ ત્રણ વાર તલાક કહીને છુટા પડવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવા માગણી કરી છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ અંગે એક પીટિશન પેન્ડિંગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter