ભુવનેશ્વરઃ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટ્રિપલ તલાકને કારણે મુસ્લિમ મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે તેમને ન્યાય અપાશે અને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવશે. આ માટે જિલ્લા સ્તરે કામ કરવા તેમણે હાકલ કરી હતી. આ મુદ્દે ન્યૂ ઇન્ડિયાની ફોર્મ્યુલા પર આગળ વધવાની જરૂર છે. દેશમાં અસહિષ્ણુતાનાં નામે એવોર્ડ પાછા આપનાર લોકો ક્યાં ગુમ થઈ ગયા છે તેવી ટિપ્પણી તેમણે કરી હતી. દેશનાં પછાત મુસ્લિમો માટે સંમેલન બોલાવવા તેમણે ભારપૂર્વક કહ્યું હતું. મોદીએ પ્રસિદ્ધ લિંગરાજ મંદિરની મુલાકાત લઈને પૂજા-અર્ચના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મીએ લિંગરાજ મંદિરમાં પણ લગભગ ૨૫ મિનિટ જેટલો સમય પસાર કર્યો હતો. તેમણે અહીંયા ભગવાનની પૂજા-અર્ચના કરવા ઉપરાંત મંદિરના ઇતિહાસ અને પરંપરાઓ વિશે પણ જાણકારી મેળવી હતી.