ઠુમરી ગાયિકા ગિરિજાદેવીનું નિધન

Thursday 26th October 2017 10:32 EDT
 
 

કોલકતાઃ પ્રસિદ્ધ ઠુમરી ગાયિકા ગિરિજા દેવીનું કોલકતામાં હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ ૮૮ વર્ષના હતા. તેમનું જન્મ ૮મે, ૧૯૨૯ના રોજ વારાણસીમાં થયો હતો. તેમને ૧૯૮૧માં પદ્મભૂષણ અને ૨૦૧૬માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની એક કજરી ‘બરસન લગી’ ઘણી પ્રસિદ્ધ થઈ હતી. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેઓ ભોજન બનાવતા સમયે સંગીતની સાધના કરતા હતા. ક્યારેક રોટલી શેકતા તેઓ દાઝી જતા હતા કારણ કે તેમને ખ્યાલ રહેતો હતો કે તવા પર રોટલી છે કે નહીં.

દ્રુપદ, ખ્યાલ, ટપ્પા, તરાના, સદરા, ઠુમરી અને પરંપરાગત લોકસંગીતમાં હોરી, ચૈતી, કજરી, ઝુલા, દાદરા અને ભજનના અનોખા દે‌ખાવની સાથે તેમણે ઠુમરીના સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવાની સાથે સંસોધન પણ કર્યું હતું. અસહિષ્ણુતા મુદ્દે અનેક કલાકારો અને બુદ્ધિજીવીઓ પોતાના એવોર્ડ પરત કરી રહ્યા હતા ત્યારે ગિરિજાદેવીએ કહ્યું હતું કે, ‘તેઓ દેશનું અપમાન કરે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter