ડાયમંડ, જ્વેલરી, મોબાઇલ ફોન સસ્તાં થશે, છત્રી બનશે મોંઘી

Friday 04th February 2022 05:07 EST
 
 

નવી દિલ્હી: ભારતના નાણામંત્રીએ તેમના બજેટમાં ક્સ્ટમ ડ્યુટીને સરળ બનાવતાં ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, મેટલ્સ સહિતના ઉદ્યોગોને રાહત મળી છે. જોકે સીતારામને જે વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં થઇ શક્તું હોય તેવી વસ્તુઓને કસ્ટમ ડ્યુટીમાં મળતી છૂટછાટો હટાવી લેતાં ઇમ્પોર્ટેડ વસ્તુઓ હવે મોંઘી બનશે.
કટ અને પોલિશ્ડ ડાયમંડ અને જેમ્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને પાંચ ટકા કરાઇ છે જ્યારે કાચા હીરા પર કોઇ કસ્ટમ ડ્યુટી નહીં લાગે. મોબાઇલ ફોન ચાર્જર અને કેમેરા લેન્સના પાર્ટ્સ પરની ડ્યુટીમાં કન્સેશન અપાતાં હવે ભારતમાં મોબાઇલ ફોન અને ચાર્જર સસ્તાં થશે. વેરેબલ ડિવાઇસ, હિયરેબલ ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક સ્માર્ટ મીટર મોંઘા થશે. મિથેનોલ, એસિટિક એસિડ અને પેટ્રોલિયમ રિફાઇનિંગમાં વપરાતા કેમિકલ્સ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરાયો છે. સ્ટીલ સ્ક્રેપને અપાયેલી કસ્ટમ ડ્યુટીની માફી એક વર્ષ લંબાવવામાં આવી છે. જ્યારે છત્રી પરની કસ્ટમ ડ્યુટી ૨૦ ટકા કરાતાં છત્રી મોંઘી બનશે.
શું સસ્તું થશે
• મોબાઇલ ફોન ચાર્જર, મોબાઇલ ફોન કેમેરા લેન્સ, ટ્રાન્સફોર્મર
• કટ અને પોલિશ્ડ ડાયમંડ, જેમ્સ, જ્વેલરી
• સ્ટીલ સ્ક્રેપઅને સ્ટીલના વાસણ
• મિથેનોલ, એસિટિક એસિડ
• પેટ્રોલિયમ રિફાઇનિંગ કેમિકલ્સ
• સ્માર્ટ વોચ • કપડાં
• ફ્રોઝન મસલ્સ, ફ્રોઝન સ્ક્વિડ્સ
• અસાફોટિડા, કોકો બિન્સ

શું મોંઘું થશે

• ઇથેનોલ વિનાનું પેટ્રોલ
• છત્રી
• ઇમ્પોર્ટેડ વસ્તુઓ
• સોડિયમ સાઇનાઇડ
• ઇમિટેશન જ્વેલરી
• હેડફોન, ઇયરફોન, લાઉડ સ્પીકર
• સ્માર્ટ મીટર
• સોલાર સેલ, સોલાર મોડ્યુલ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter