સિરસાઃ ડેરા સચ્ચા સૌદાની જમીનમાં સેંકડો અસ્થિઓ અને હાડપિંજર દફન હોવાનું બહાર આવ્યું છે. તંત્રની સખ્તાઈ બાદ ડેરા મેનેજમેન્ટે દફન ૩૫૦ લોકોની યાદી આપી છે. વીસમીએ ડેરાના સિનિયર વાઇસ ચેરમેન ડો. પી. આર. નૈનેએ પોલીસની પૂછપરછમાં હાડપિંજર દફન હોવાની વાત માની હતી. તેમણે કહ્યું હતું કે ડેરામાં ૫૦૦થી ૬૦૦ લોકોનાં શબ દફન છે. હવે પોલીસ તપાસ કરી રહી છે.