ડો. હોમી ભાભાનું ઘર ઇતિહાસ બની જશે

Thursday 09th June 2016 05:12 EDT
 
 

મુંબઈ: પરમાણુ સંશોધનના પિતામહ ડો. હોમી ભાભા જેમાં વર્ષો સુધી રહ્યા હતાં તે દક્ષિણ મુંબઈમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે. એટલે કે હવે હોમી ભાભાની સાથે તેમનો બંગલારૂપી વારસો પણ ઇતિહાસ બની ચૂક્યો છે. દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલો તેમનો 'મહેરાંગીર' બંગલો સંપૂર્ણ પડે તોડી પાડવામાં આવ્યો છે. ૨૦૧૪માં જૂન મહિનામાં આ બંગલાની નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા જાહેર લિલામની યોજવામાં આવી હતી જેમાં ગોદરેજ પરિવારે આ બંગલો અધધધ ૩૭૨ કરોડ રૂ.માં ખરીદ્યો હતો. જોકે બે વર્ષ પછી જ આ બંગલાને જમીનદોસ્ત કરી દેવાયો છે. અહીં એક ગગનચુંબી ઇમારત બનાવવામાં આવનાર હોઇ આ બંગલાને તોડવામાં આવ્યો છે. જોકે આ કાર્યવાહીથી વૈજ્ઞાનિક સમુદાય ખાસ્સો નારાજ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter