ડોમેસ્ટિક પ્રવાસીઓ એર ઈન્ડિયામાં ૨૫ કિલો મફત સામાન લઇ જઇ શકશે

Thursday 13th August 2015 07:51 EDT
 
 

મુંબઇઃ ડોમેસ્ટિક સ્થળો પર જવા જે પ્રવાસીઓ એર ઈન્ડિયાનો ઉપયોગ કરશે તેમને આ સરકારી એરલાઇન્સ દ્વારા કોઈપણ વધારાના ખર્ચ વગર ૨૫ કિલો ‘ચેક ઈન લગેજ’ લઈ જવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે અન્ય એરલાઇન્સ દ્વારા મફત ચેકઈન લગેજ માટે ૧૫ કિલોની છૂટછાટ આપવામાં આવે છે.

અત્યારે અન્ય એરલાઇન્સ આ મર્યાદા ઓછી કરવાનું વલણ અપનાવે છે ત્યારે એર ઈન્ડિયાએ પ્રવાસીઓના લાભમાં આ જાહેરાત કરી હતી.

૧૨ ઓગસ્ટ ૨૦૧૫થી સાતમી ફેબ્રુઆરી ૨૦૧૬ દરમિયાન ડોમેસ્ટિક પ્રવાસીઓ તમની ઈકોનોમિક ક્લાસની ટિકીટો પર ૨૫ કિલો વજન ધરાવતી બેગ ‘કાઉન્ટર’ પર સોંપી શકશે. જ્યારે નવજાત બાળક સાથે યાત્રા કરતા પ્રવાસીઓ વધુ ૧૦ કિલો સામાન તેમની સાથે લઈ જઈ શકશે.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે વ્યસ્ત અને તહેવારોની સિઝનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના લાભાર્થે આ એક ‘પ્રમોશનલ ઓફર’ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter