ડોલર સામે રૂપિયો ગગડ્યોઃ ૭૨.૫૦ની સપાટીથી પણ નીચે

Wednesday 12th September 2018 06:37 EDT
 

મુંબઈઃ આયાતકારો તરફથી ડોલરની મોટી માગને કારણે દસમીએ ડોલર સામે રૂપિયો ભારે ઘટાડાને કારણે સૌપ્રથમ વાર રૂ. ૭૨.૫૦થી પણ નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જોકે પાછળથી નીચલા સ્તરેથી રૂ. ૪૮ પૈસાની રિકવરી થઈ હતી. ડોલર સામે રૂપિયાનો ભાવ  ૭૨.૧૯ જોવાયો હતો. આ પહેલાં કામકાજ દરમિયાન રૂપિયો ૯૪ પૈસા ઘટીને એક ડોલર સામે રૂ. ૭૨.૬૭ થયો હતો. અમેરિકામાં રોજગારીના સંગીન આંકડાઓને કારણે અન્ય દેશોનાં ચલણ સામે ડોલર મજબૂત થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter