ડોલર સામે રૂપિયો ‘૬૮’ઃ નવ મહિનાના તળિયે...

Saturday 19th November 2016 07:17 EST
 
 

અમદાવાદઃ યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો શુક્રવારે ૩૧ પૈસાની નબળાઇમાં ૬૮.૧૩ના સ્તરે બંધ રહ્યો છે. કામકાજ દરમિયાન રૂપિયો ૩૭ પૈસા ગગડીને ૬૮.૧૯ ક્વોટ થયો હતો. જે નવ મહિનાની સૌથી નીચી સપાટી છે. શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત નેટ વેચવાલી, સ્થાનિક આયાતકારો દ્વારા ડોલરની ડિમાન્ડ અને યુએસ ફેડરલ બેન્ક દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિના પ્રબળ સંકેત બાદ રૂપિયામાં નરમાઇ આગળ વધવાની ચિંતા ફોરેક્સ એક્સ્પર્ટ્સે વ્યક્ત કરી છે.

ફેડ-રેટ વધવાના સંકેતથી શુક્રવારે ડોલર ઇન્ડેક્સ ૧૦૧.૧૧ ક્વોટ થયો હતો. જે ૧૪ વર્ષનું હાઇએસ્ટ લેવલ છે. મુખ્ય કરન્સી બાસ્કેટના ચલણ પાઉન્ડ, યૂરો અને યેન પણ ડોલર સામે નબળા થયા છે. ડોલર સામે રૂપિયો ૮થી ૧૮ નવેમ્બર દરમિયાન ૧૫૧ પૈસા કે સવા બે ટકા જેટલો નબળો પડયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter