ડ્રાઇવર, ટ્રેનર, હેલ્પરોને 5.30 લાખ ડોલરના શેરની ભેટ

Thursday 03rd March 2022 07:01 EST
 
 

નવી દિલ્હીઃ આઇડીએફસી ફર્સ્ટ બેંક લિમિટેડના સીઇઓ વી. વૈદ્યનાથન તેમની ઉદારતાના કારણે વધુ એક સમાચારમાં છે. તેમણે પોતાની ઓફિસ અને ઘરના ડ્રાઇવર, ટ્રેઇનર અને હેલ્પરોને કુલ 5.30 લાખ ડોલર (આશરે ચાર કરોડ રૂપિયાથી વધુ) મૂલ્યના શેર ગિફ્ટમાં આપ્યા છે. વૈદ્યનાથને કુલ નવ લાખ શેર ગિફ્ટમાં આપ્યા છે, જે તેમની કુલ હોલ્ડિંગના 3.7 ટકા થાય છે.
ગિફ્ટ મેળવનારા લોકો આ રકમનો ઉપયોગ ઘર ખરીદવા માટે કરશે. ભારતમાં ધનવાન માલિકો દ્વારા પોતાના હાથ નીચેના કર્મચારીઓને આટલી મોટી રકમનું દાન ભાગ્યે જ આપવામાં આવે છે.
વૈદ્યનાથને જાન્યુઆરી ૨૦૧૮થી અત્યાર સુધીમાં સુધીમાં પોતાનો 38 ટકા શેરહિસ્સો દાનમાં આપી દીધો છે. આ અગાઉ તેમણે 2020માં પોતાના ગણિતના શિક્ષકને પણ ગિફ્ટમાં શેર આપ્યા હતાં. આ શિક્ષકે વૈદ્યનાથનને એવા સમયે 500 રૂપિયાની મદદ કરી હતી જ્યારે તેમની પાસે બસભાડાંના પણ નાણાં ન હતા. તેમને અગ્રણી ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મળી ગયો હતો પણ ત્યાં જવા માટેના નાણાં નહોતાં. આ ઉપરાંત વૈદ્યનાથને એક વેલ્ફેર ટ્રસ્ટ માટે પણ બે લાખ શેર વેચ્યા હતાં.

18 ડિસેમ્બર 2018ના રોજ આઇડીએફસી ફર્સ્ટ બેંકની રચના કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધીમાં આ બેંકના શેરમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વૈદ્યનાથનની વધુ એક ટર્મ માટે સીઇઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter