તમિલનાડુઃ બ્રાહ્મણ સમુદાયનો દબદબો ઘટી રહ્યાો છે

Sunday 12th April 2026 06:32 EDT
 

ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીએમકેએ 35 વર્ષમાં પહેલી વખત કોઈ બ્રાહ્મણ ઉમેદવાર ઉતાર્યો નથી. આ બાબત દર્શાવે છે કે બ્રાહ્મણ સમુદાયનો પ્રભાવ ઘટી રહ્યો છે. ફક્ત આ જ પક્ષ નહીં અન્ય અગ્રણી પક્ષોના ઉમેદવાર યાદીમાં પણ બ્રાહ્મણોને જગ્યા નથી. તમિલનાડુના ઉમેદવારોની યાદી જોઈએ તો અગ્રણી પક્ષોની યાદીમાં એકપણ બ્રાહ્મણ નથી. એઆઈએડીએમકેના સહયોગી ભાજપે પણ તેને ફાળવાયેલી 27 બેઠકમાં એકપણ બ્રાહ્મણ ઉમેદવાર ઉતાર્યો નથી. અલબત્ત, પક્ષને તમિલનાડુ બ્રાહ્મણ એસોસિયેશનનું સમર્થન છે. ડીએમકે અને કોંગ્રેસે પણ બ્રાહ્મણ ઉમેદવારને ઉતાર્યો નથી. રાજ્યની વસ્તીમાં બ્રાહ્મણોની સંખ્યા માંડ ત્રણ ટકા છે. તમિલનાડુમાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા બ્રાહ્મણ હતાં. તેમના મૃત્યુના દસ વર્ષમાં એઆઈએડીએમકેએ 2021ની ચૂંટણીમાં બ્રાહ્મણ સમાજમાંથી એક માત્ર ઉમેદવાર નિવૃત્ત ડીજીપી નટરાજનને ઉતાર્યા હતા. આથી ઉલ્ટું અભિનેતા વિજયની ટીટીકે પાર્ટીએ બે જ્યારે તમિલ રાષ્ટ્રવાદી સીમાનની એનટીકેએ છ બ્રાહ્મણ ઉમેદવાર ઉતાર્યા છે. અનામત બેઠક છોડીએ તો મોટાભાગના પક્ષોએ ઓબીસી ઉમેદવાર પસંદ કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter