મુંબઈઃ મુંબઈમાં આયોજિત બ્યુટી કોન્ટેસ્ટમાં તમિલનાડુની ૧૯ વર્ષીય અનુકૃતિ વાસે વીસ રૂપસુંદરીઓ સાથે ગળાકાપ હરિફાઈ કરી ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૮નો તાજ જીતી લીધો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મિસ વર્લ્ડ ૨૦૧૭ માનુષી છિલ્લરે અનુકૃતિને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો. અનુકૃતિએ કહ્યું હતું કે માનુષીએ ૧૭ વર્ષ પછી મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. હવે હું પણ આ તાજ ભારતમાં રહે એ માટે પૂરેપૂરા પ્રયાસ કરીશ. આ સ્પર્ધામાં હરિયાણાની ૨૧ વર્ષીય મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર અને આંધ્રપ્રદેશની ૨૩ વર્ષીય શ્રેયા રાવ કામવારાપુ સેકન્ડ રનર અપ રહી હતી.