તાતા સન્સના ચેરમેને રૂ. 97 કરોડમાં આલીશાન ડુપ્લેક્સ ખરીદ્યું

Sunday 22nd May 2022 07:43 EDT
 
 

મુંબઈ: તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરન્ છેલ્લા પાંચ વર્ષથી જે ડુપ્લેક્સમાં ભાડે રહેતા હતા તેના હવે માલિક બની ગયા છે. તેમણે મહાનગર મુંબઇના પેડર રોડ સ્થિત 33 South નામના લક્ઝુરિયસ ટાવરમાં 11 અને 12મા માળે ફેલાયેલું ડુપ્લેક્સ ખરીદી લીધું છે. સોદો 98 કરોડ રૂપિયામાં થયો હોવાનું રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું. ચંદ્રશેખરન્ પરિવાર 6 હજાર ચોરસફૂટના આ ડુપ્લેક્સ માટે દર મહિને 20 લાખ રૂપિયા ભાડું ચૂકવતો હતો. ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે 2021માં ચંદ્રશેખરનને કુલ91 કરોડની ચુકવણી કરાઈ હતી. ચંદ્રશેખરન્ જ્યાં રહે છે તે ઈમારતની બાજુમાં જ મુકેશ અંબાણીનું આલીશાન ઘર ‘એન્ટિલિયા’ આવેલું છે. 33 South આસપાસ તેમજ સમગ્ર પેડર રોડ પર ઘણી નામાંકિત હસ્તીઓના ઘર આવેલા છે. સોદાથી માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રશેખરન્ પરિવાર વર્ષોથી અહીં 20 લાખ રૂપિયાના માસિક લીઝ પર રહેતો હતો. 21 ફેબ્રુઆરી 2017માં ટાટા સન્સનું ચેરમેનપદ સંભાળ્યા બાદ ચંદ્રશેખરન્ અહીં શિફ્ટ થયા હતા. ચંદ્રશેખરને ફરી વાર ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે કાર્યભાર સોંપાયો તે બાદ તેમણે આ ડુપ્લેક્સ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. ગ્રૂપે તેમને આગામી પાંચ વર્ષ એટલે કે ફેબ્રુઆરી 2027 સુધી ચેરમેન બનાવ્યા છે. તેઓ દેશના સૌથી વધારે પગાર મેળવતા કોર્પોરેટ બોસિસમાં સ્થાન પામે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter