કન્યાકુમારીઃ વાવાઝોડું ‘ઓખી’ આખરે સાઉથ તામિલનાડુ અને કેરળ પર ત્રાટક્યું હતું, તોફાની અને ભારે વરસાદને કારણે ઠેરઠેર વૃક્ષો પડી ગયાં હતાં. વાવાઝોડું ‘ઓખી’ ચક્રવાતમાં ફેરવાતાં આ બંને રાજ્યોમાં તબાહી મચાવે તેવી શક્યતા છે. વાવાઝોડાને કારણે કન્યાકુમારી જિલ્લામાં ચાર સહિત કુલ આઠ વ્યક્તિનાં મોત થયાં હતાં. એસપી એમ દુરાઈએ કહ્યું હતું કે મૃતકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. કાર્થિગેઈવડાલીમાં નારિયેળ તોડવા જતાં ૪૫ વર્ષના એમ. રાજેન્દ્રનનું મોત થયું હતું. કુમારેસન તેમજ ૬૦ વર્ષના સરસ્વતીનું મોત વૃક્ષ પડવાથી થયું હતું, જ્યારે કામરાજનગર ખાતે ૫૫ વર્ષના એલેકઝાન્ડરનું મોત થયું હતું.