તાશીવાંગ ખાતે વિશ્વનું સૌથી ઊંચુ મતદાનમથકઃ માત્ર 52 મતદારો

Friday 31st May 2024 13:50 EDT
 
 

મંડી: હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાના તાશીગાંગમાં 15,256 ફૂટની ઊંચાઇ પર આવેલા વિશ્વના સૌથી ઊંચા મતદાનમથકે તમામનું ધ્યાન લોકસભા ચૂંટણી દરમિયાન ખેંચ્યું છે. લોકસભા ચૂંટણી માટે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે ચૂંટણી પંચના આઇકન જશપ્રીત પોલ અહીં પહોંચ્યા હતા. અહીં તાશીગાંગ ખાતે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 45 મતદારો હતા જે પૈકી 27 પુરુષો અને 18 મહિલા મતદારોની નોંધણી થઈ હતી. આ વખતે 52 મતદારો છે.
સ્પીતિ ખીણમાં તાશીગાંગ ખાતે એક વર્ષમાં છ મહિના સુધી બરફની ચાદર હોય છે. અહીં ઓક્સિજનની પણ કમી છે. 2019 પહેલાં તાશીગાંગ નજીક જ હિક્કિમ સૌથી ઊંચા મતદાનમથક તરીકે રહ્યા બાદ હવે સ્થિતિ બદલાઇ છે. ચૂંટણી પંચ દર વખતે સેલ્ફી પોઇન્ટ સાથે મોડેલ પોલિંગ બૂથ સ્થાપિત કરે છે. રાજ્યની અન્ય ત્રણ બેઠકો સાથે અહીં પહેલી જૂનના દિવસે મતદાન થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter