તિરુપતિ: તિરુપતિસ્થિત જગવિખ્યાત તિરુમાલા મંદિરને ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિક્રમજનક 140.34 કરોડ રૂપિયાના દાનની આવક થઈ છે. મંદિરના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મ રેડ્ડીએ જણાવ્યું હતું એક મહિનામાં તિરુમાલા મંદિરમાં આશરે 22.22 લાખ ભક્તોએ પૂજાઅર્ચના કરી છે. ભક્તોને મંદિર તરફથી 1.5 કરોડ રૂપિયાના લાડુ વહેંચવામાં આવ્યા છે. જ્યારે 47.74 લાખ ભક્તોને અન્નપ્રસાદમ્ પીરસવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આશરે 1.85 લાખ ભક્તોએ પોતાના માથાનું મુંડન કરાવ્યું છે.
ધર્મ રેડ્ડીએ વધુમાં જણાવ્યુ કે આગામી વાર્ષિક બ્રહ્મોત્સવ દરમિયાન બધા વીઆઈપી દર્શન અને વિશેષાધિકાર દર્શન રદ કરવામાં આવશે. વધુમાં વધુ સામાન્ય ભક્તોને દર્શનનો લાભ મળી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


