તુતુકુડીનો સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આદેશ

Friday 25th May 2018 08:01 EDT
 

ચેન્નઈઃ ૧૩ લોકોનાં મૃત્યુ પછી અચાનક તામિલનાડુ સરકાર દ્વારા આ મામલે કડક પગલાં લેવાયા છે. લોકોમાં રોષના કારણે તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તુતુકુડીના સ્ટર્લાઇટ કોપર સ્મેલ્ટર પ્લાન્ટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ જારી કર્યો છે અને ૨૪મી મેએ વહેલી સવારે પ્લાન્ટનો વીજળી પુરવઠો કાપી નાંખ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૩મી મેએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ દ્વારા પ્લાન્ટ બંધ કરવાનો આદેશ જારી કરાયો હતો અને વહેલી સવારે ૫.૧૫ કલાકે પ્લાન્ટનું વીજળી જોડાણ કાપી નખાયું હતું. કોપર પ્લાન્ટ બંધ થવાને કારણે ૩૨,૫૦૦ નોકરીઓ પર અસર પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter