ત્રણ રાજ્યમાં હારજીતનું રિપોર્ટ કાર્ડ

Sunday 10th December 2023 05:32 EST
 
 

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે કેમ જ્વલંત વિજય મેળવ્યો અને કોંગ્રેસનો કેમ કારમો પરાજય થયો તેના કારણો પર એક ઉડતી નજર...
• મધ્ય પ્રદેશ •
- ભાજપ: દર મહિને 1250 રૂપિયાની લાડલી બહેના ગેમચેન્જર પુરવાર થઈ. કારણ કે 22.18 લાખ નવા મતદારોમાંથી 11.50 લાખ 18થી 19 વર્ષના મહિલા મતદારો છે, તેમાં 18થી 60 વર્ષની મહિલાઓ સમાવાઈ હતી. મોટા ભાગના નવા મતદારો હતા. કરાર આધારિત 2.50 લાખ કર્મચારીને કાયમી કરાયા.
- કોંગ્રેસ: ટિકિટમાં જૂથબંધી છવાયેલી રહી. કમલનાથે એવું નિવેદન આપ્યું હતું કે દિગ્વિજયનાં કપડાં ફાડો... મતલબ કે આંતરિક કલહ હતો. ઓલ્ડ પેન્શન સ્કિમની જાહેરાત સામે મધ્ય પ્રદેશ સરકારનો ડીએ ભારે પડ્યો.
• રાજસ્થાન •
- ભાજપ: કનૈયાલાલ હત્યાકાંડનો મુદ્દો ઉઠાવ્યો. ઉદયપુરની 9 બેઠકમાંથી 6 ભાજપ, 2 કોંગ્રેસ અને 1 બીટીપીના ખાતામાં આવી. દરેક બાગીને મનાવવા માટે મોટા નેતાઓને જવાબદારી સોંપાઈ.
- કોંગ્રેસ: ચૂંટણી મોદી વિરુદ્ધ ગેહલોત હોવાને કારણે નુકસાન થયું. ગેહલોત-પાયલટ વચ્ચેના આંતરકલહને પગલે ગુર્જરોની બહુમતી ધરાવતી 39 બેઠક પર અસર પડી. પેપર લીક અને લાલ ડાયરીનો મુદ્દો વિકાસ પર ભારે પડ્યો. ટિકિટ ન મળતાં નારાજ બાગીઓએ વોટબેન્કમાં ગાબડાં પાડયાં.
• છત્તીસગઢ •
- ભાજપઃ મહતારી વંદન યોજનામાં 12,000 રૂપિયા આર્થિક મદદનું વચન. 50 બેઠક પર મહિલા મતદારોની સંખ્યા વધુ.
- કોંગ્રેસઃ મહાદેવ એપ મુદ્દે મુખ્યમંત્રી બઘેલ સામે ભ્રષ્ટાચારના આરોપથી ભારે નુકસાન. આ ઉપરાંત નિઃશુલ્ક વીજ પુરવઠાનાં વચનો ખાસ અસર ન પાડી શકાય.
3 રાજ્યમાં એક ટકાથી ઓછા મતદારો દ્વારા ‘નોટા’નો ઉપયોગ
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગણમાં એક ટકાથી પણ ઓછા મતદારો દ્વારા ‘નોટા’ (નન ઓફ ધ એબોવ)નો ઉપયોગ કર્યો છે. જ્યારે છત્તીસગઢમાં 1.26 ટકા મતદારોએ ‘નોટા’નો ઉપયોગ કર્યો છે. મધ્ય પ્રદેશમાં કુલ 77.15 ટકા મતદાન પૈકી 0.98 ટકા મતદારોએ, છત્તીસગઢમાં 1.26 ટકાએ, તેલંગણમાં 0.73 ટકા અને રાજસ્થાનમાં 0.96 ટકાએ ‘નોટા’નો ઉપયોગ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter