નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે દેશવાસીઓએ ૧૧૬ બેઠકો પર મતદાન કર્યું હતું. તમામ તબક્કાઓમાં સૌથી વધુ બેઠક ધરાવતા ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ બેઠકોનો સમાવેશ થતો હતો, જ્યાં ૬૩.૬૮ ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોની પ્રજાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ત્રીજા તબક્કામાં સૌથી વધુ ૭૧.૬૭ ટકા મતદાન કેરળમાં નોંધાયું છે. જ્યારે કર્ણાટકમાં ૬૭.૫૬, મહારાષ્ટ્ર (૧૪ બેઠક) ૫૮.૯૮ અને ઉત્તર પ્રદેશ (૧૦ બેઠક) ૬૧.૩૫ ટકા મતદાન નોંધાયું હતું.
બીજા તબક્કામાં ૬૬ ટકા મતદાન
બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું ૪૫ ટકા મતદાન થયું હતું.