મુંબઈ: દેશમાં ૨૫મીએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી મનાવાયો. મહારાષ્ટ્રના મુંબઈ અને થાણેમાં મટકી ફોડનું આયોજન કરાયું, આ દરમિયાન થાણેમાં ગોવિંદાઓની એક ટીમે ૯ માળનો હ્યુમન પિરામિડ બનાવી ૪૩.૭૯ ફૂટ ઊંચી મટકી ફોડીને ૭ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી. ૨૦૧૨માં પણ આ રેકોર્ડ થાણેમાં જ બન્યો હતો. મટકી ફોડનારી ટીમને ૫૦ હજાર રૂ. ઇનામ મળ્યું. ખાસ વાત એ રહી કે ગોવિંદાઓએ આ રકમ પૂરપીડિતોની સહાય માટે દાન કરી હતી.

