દક્ષિણ ભારતમાં આતંકી હુમલાના એલર્ટમાં સિરક્રિક કનેકશન

Wednesday 11th September 2019 09:20 EDT
 

ભુજઃ ભારતીય સેનાના સાઉથર્ન કમાન્ડે દક્ષિણ ભારતના રાજ્યમાં આતંકી હુમલો થવાની ભીતિ સાથે હાઇ એલર્ટ જારી કર્યું છે. ત્યારે આ એલર્ટમાં કચ્છ કનેકશન નીકળ્યું છે અને સિરક્રિકમાંથી બિનવારસી બોટ મળી હોવાનો ઇનપુટમાં ઉલ્લેખ કરી આ આતંકી હુમલાની ભીતિમાં બિનવારસી બોટના કનેકશનને વણી લેવાયું છે. સેનાની દક્ષિણી કમાનના લે.
જનરલ એસ. કે. સૈનીએ પૂણેમાં મીડિયા સાથેના વાર્તાલાપમાં આ વાત કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં એવો દાવો પણ કર્યો હતો કે, સેનાએ ગુજરાતના કચ્છમાં આવેલા સિરક્રિક વિસ્તારમાંથી કેટલીક બિનવારસી બોટ પકડી પણ પાડી છે. આતંકીઓ દક્ષિણ ભારતમાં કોઈ મોટા હુમલાના ષડયંત્રને અંજામ આપી શકે છે તેવી ગુપ્તચર સૂત્રો તરફથી મળેલી બાતમીને ગંભીરતાથી લઈ હાઇએલર્ટના અનુસંધાને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સેના સુસજ્જ હોવાની વાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter