દલિપ તાહિલના દીકરાની ડ્રગ્સ કેસમાં ધરપકડ

Tuesday 11th May 2021 10:15 EDT
 
 

મુંબઈઃ મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે બોલિવૂડ એક્ટર દલિપ તાહિલના દીકરા ધ્રુવની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. વાસ્તવમાં ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એક ડ્રગ પેડલર સાથેની ધ્રુવની વોટ્સએપ ચેટ્સ મળ્યા બાદ તેની ધરપકડ કરાઇ હતી. દલિપ તાહિલને આ વિશે પૂછાયું ત્યારે તેમણે આ વિશે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. નોંધપાત્ર છે કે, ગયા વર્ષે સુશાંત સિંઘ રાજપૂતના નિધન બાદ ડ્રગ્સકાંડમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝનાં નામ આવ્યા હતા ત્યારે કંગના રનૌતે એ તમામની ખૂબ ટીકા કરી હતી. તેણે ડ્રગ્સકાંડના મામલે બોલિવૂડની ઝાટકણી કાઢી હતી. એ સમયે દલિપે કહ્યું હતું કે, ‘કંગના તેના કલીગ્ઝ વિશે પર્સનલ જજમેન્ટ આપે એ પહેલાં તેણે પોતાનો પણ ટેસ્ટ કરાવવો જોઈએ. બિગ બિઝનેસમાં ઘણું બધું બની રહ્યું છે. મીડિયાનો મિસયુઝ થઈ રહ્યો છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter