દાઉદના સાગરીત સાથે પ્રફૂલ્લ પટેલના કથિત સંબંધો

Wednesday 16th October 2019 07:16 EDT
 

નવી દિલ્હીઃ યુપીએ સરકારમાં પ્રધાન રહેલા એનસીપી નેતા પ્રફુલ્લ પટેલની મુશ્કેલીઓ વધવાના આસાર છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી)એ પ્રફૂલ્લ પટેલ અને દાઉદ ઈબ્રાહિમના મૃતક સાગરીત ડ્રગ પેડલર ઈકબાલ મેમણ વચ્ચેના કથિત સંબંધોની તપાસ શરૂ કરી છે. પ્રફૂલ્લ પટેલ અને ઈકબાલ મેમણ દ્વારા પ્રમોટ કરાયેલા કંપની વચ્ચે કથિત નાણાકીય ભાગીદારી હોવાનો ઈડીનો આરોપ છે. આરોપ છે કે પટેલ પરિવારની કંપની મિલેનિયમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડને મેમણ પરિવાર તરપતી એક પ્લાટ અપાયો હતો. આ પ્લોટ વરલીને નહેરું પ્લોન્ટેરિયમમાં આવેલો છે. આ પ્લોટ પર મિલેનિયમ ડેવલપર્સે ૧૫ માળની ઇમારત કોમર્શિયલ રહેણાકની બિલ્ડિંગ સીજે હાઉસનું નિર્માણ કરાવ્યું હતું. ઇડીએ મુંબઈ અને બેંગ્લુરુમાં તાજેતરમાં દરોડા પાડીને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યાં હતાં.
ડિજિટલ દસ્તાવેજ, ઈમેઈલ અને બીજા દસ્તાવેજોને આધારે ઈડી અત્યાર સુધી ૧૮ લોકોના નિવેદન નોંધી ચૂકી છે. આવા એક દસ્તાવેજ પરથી ઈડીને એવું માલૂમ પડ્યું હતું કે પટેલ પરિવારે મિરચી પરિવારને ૨૦૦૭ની સાલમાં પ્લોટ રિડેવલપમેન્ટ બાદ બિલ્ડિંગમાં ૧૪,૦૦૦ ચોરસ ફૂટના બે ફ્લોર આપાય હતા તેની કિંમત રૂ. ૨૦૦ કરોડ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter