દાઉદનો ડ્રગ્સ દાણચોરનો કેસ મુંબઈનો વકીલ લડશે

Wednesday 09th November 2016 11:26 EST
 

મુંબઈઃ ડોન દાઉદ ઇબ્રાહિમનો કેસ લડનારા મુંબઇના વકીલ શ્યામ કેસવાની હવે ડ્રગ્સ દાણચોરીના આરોપી સુભાષ દૂદાનીનો કેસ લડશે. કેસવાની દૂદાનીના કેસ લડવાના નિર્ણય સાથે દાઉદ સાથે તેમનો સંપર્ક હોવાની શંકા મજબૂત થાય છે. દેશમાં મેન્ડ્રેક્સની અત્યાર સુધીની સૌથી મોટી કેપ ૨૩૫૦૦ કિલો પકડાયાના મામલે મુખ્ય આરોપી સુભાષ દૂદાનીના રિમાન્ડ પૂરા થવા પર રવિવારે ડીઆરઆઇની સુરક્ષા સાથે જજના ઘરે હાજર કર્યા હતા. કેસવાની કેસ લડવા ત્યાં હાજર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter