દાર્જિલિંગમાં ગોરખા નેતાને ત્યાં દરોડા : ૪૦૦થી વધુ હથિયારો મળ્યા

Friday 16th June 2017 10:34 EDT
 
 

દાર્જિલિંગઃ ગોરખા જનમુક્તિ મોરચા દ્વારા અલગ ગોરખાલેન્ડની માગણી મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળે હિંસા અને તોફાનો થાય છે. આ તોફાનો અને હિંસા અટકાવવા માટે જ ૧૫મીએ પોલીસે પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળે દરોડા પાડયા હતા. ખાસ કરીને ગોરખા જનમુક્તિ મોરચાના નેતાને ત્યાં દરોડા પાડયા પછી મામલો વધારે ગંભીર થયો હતો. પોલીસને આ દરોડામાં ૪૦૦ જેટલાં હથિયારો મળી આવ્યા હતા. પોલીસે તમામ હથિયારો જપ્ત કરીને આગળની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જીજેએમ દ્વારા અનિશ્ચિત મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter