નવી દિલ્હીઃ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કસ્ટમ વિભાગે યુગાન્ડાના બે મુસાફરોને રૂ. ૬૮ કરોડના હેરોઇન સાથે તાજેતરમાં પકડ્યા હતા. દોહા થઇ એન્ટેબી એરપોર્ટથી ભારત આવેલા બે યુગાન્ડિયનોને શંકાના આધારે એરપોર્ટ પર આંતરાયા હતા. બંને ભારતમાં કેફી દ્રવ્ય ઘુસાડવાની ફિરાકમાં હતા. બંને પેસેન્જરોના ચેક ઇન લગેજ તપાસતા તેમની પાસેથી આશરે ૯.૮ કિલો સફેદ પાવડરના ૫૧ પડીકા મળ્યા હતા. ભારતના કોઇ પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પકડાયેલા ઓ સૌથી મોટો જથ્થો હતો, એમ એર કસ્ટમ વિભાગે જારી કરેલા એક નિવેદનમાં કહેવાયું હતું.

