દિલ્હી જેલમાં ૧૦૦થી વધુ હિંદુ કેદીઓએ મુસ્લિમ કેદીઓ સાથે રોજા રાખ્યા

Thursday 09th May 2019 05:55 EDT
 

નવી દિલ્હીઃ દિલ્હીની જેલમાં ૧૦૦થી વધારે હિંદુ કેદીઓએ મુસ્લિમ કેદીઓ સાથે રમઝાન માસ નિમિત્તે રોજા રાખ્યા હોવાના અહેવાલ છે. જેલના વહીવટકર્તાઓએ જણાવ્યું કે દિલ્હીની ૧૬ સેન્ટ્રલ જેલમાં બંધ ૧૬,૬૫૫ કેદીઓ પૈકીના ૨૬૫૮ કેદીઓએ રોજા રાખ્યા છે જેમાં ૧૧૦ હિંદુ કેદી છે. રમઝાન દરમિયાન જેલમાં બંધ ૩૧ હિંદુ મહિલા કેદી અને ૧૨ હિંદુ કિશોરોએ રોજા રાખાયા છે અને તેઓ સવારથી સાંજ ઉપવાસ કરીને તેનું પાલન કરે છે. રોજાના કારણે જેલમાં લંગરના સમયમાં ફેરફાર કરાયો છે. આ ઉપરાંત કેદીઓ માટેની કેન્ટિનમાં રુહ આફ્ઝા, ખજૂર, ફળો વગેરે વેચાણ માટે મુકાયું છે. જેલ વહીવટકર્તાએ જણાવ્યું છે કે તમામ સેન્ટ્રલ જેલમાં રોજા ઈફ્તાર એટલે કે સાંજના ભોજન માટેની વ્યવસ્થા કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter