દિલ્હી - મુંબઇનો પ્રવાસ ૧૨ કલાકઃ ૨૮૦ કિ.મી. અંતર ઘટશે

Friday 31st January 2020 06:56 EST
 
 

નવી દિલ્હીઃ એસોચેમ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં ૩૦મી જાન્યુઆરીએ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દિલ્હી-મુંબઇ વચ્ચે નવો હાઇવે બનાવવાની યોજના તૈયાર કરી છે. ત્રણ વર્ષમાં આ યોજના પૂરી થયા પછી દિલ્હી-મુંબઇ વચ્ચેનું અંતર ૧૨ કલાકમાં કાપી શકાશે કારણ કે, આ હાઇવેથી બંને શહેર વચ્ચેનું અંતર ૨૮૦ કિ.મી. ઘટી જશે. દિલ્હી મુંબઇ વચ્ચે રૂ. ૧,૦૩,૦૦૦ હજાર કરોડના ખર્ચે હાઇવે બનશે.

હાઇવે માટે જમીન હસ્તાંતરણનું કામ પણ પુરું થઇ ગયું છે. આ ઉપરાંત કુલ ૬૦માંથી ૩૨ કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયા છે. આ હાઇવે ગુરુગ્રામ નજીક સોહનાથી શરૂ થઇને મુંબઇ સુધી જશે. ગડકરીએ દાવો કર્યો કે, જમીન હસ્તાંતરણમાં રૂ. ૧૬ હજાર કરોડની બચત કરાઇ છે. એટલું જ નહીં, આ હાઇવે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થશે. જો અમે દિલ્હી, અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઇમાં જમીન હસ્તાંતરણ કર્યું હોત. તો આ યોજનામાં ખર્ચ પ્રતિ એકર રૂ. ૬ કરોડ આવે તેમ હતો, પરંતુ હવે આ યોજના પ્રતિ એકર રૂ. ૮૦ લાખમાં પૂર્ણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter