વડોદરાઃ દિલ્હી-મુંબઇ રાજધાની એકસપ્રેસના એ-૫ એસી કોચમાં સૂતેલા નાઇજિિયન યુવક પાસેથી નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોની ટીમે ૧.૨૧૦ કિલોગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. નાઇજેરિયન યુવકને પકડ્યો, ત્યારે તેણે એકસાથે પાંચ ટી શર્ટ અને નીકર પહેરેલાં હતાં અને તેણે પિસ્તા અને રાઇસ ફ્લોરનાં ૩ પેકેટ્સમાં હેરોઇન છુપાવ્યું હતું. ૪ વર્ષથી મુંબઇમાં રહેતા યુવકના વિઝાની અવધિ ૨૮ ફેબ્રુઆરીએ જ પૂરી થઇ છે.