દિલ્હીના બે વકીલે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ૬ સંપત્તિ ખરીદી

Tuesday 10th November 2020 16:34 EST
 

નવી દિલ્હીઃ સ્કાલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (SAFEMA) અંતર્ગત અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ૭માંથી ૬ સંપત્તિની મંગળવારે બપોરે હરાજી કરાઈ હતી. ડોનની ૬ સંપત્તિની હરાજી બાદ રૂ. ૨૨ લાખ ૭૯ હજાર ૬૦૦ રૂપિયા જમા થયા છે. સાફેમાની કલમ ૬૮F, વોન્ટેડ અપરાધીઓ અને તેના પરિવારના સભ્યો તેમજ સંબંધીઓની સંપત્તિઓને ટાંચમાં લેવાનો અધિકારી આપે છે. કોવિડને જોતાં 'સફેમા'એ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા હરાજી પ્રક્રિયાને પૂરી કરી હતી. મંગળવારે કુલ ૧૭ સંપત્તિની હરાજી થઈ હતી, જેમાં ૭ સંપત્તિ દાઉદની અને એક ફ્લેટ ઈકબાલ મિર્ચીનો હતો.
જાણકારી મુજબ, દિલ્હીમાં રહેતા વકીલ અજય શ્રીવાસ્તવે દાઉદ ઈબ્રાહિમની બે સંપત્તિ અને વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજે દાઉદની ચાર સંપત્તિ ખરીદી છે. દાઉદ ઈબ્રાહિમની ૪,૫,૭ અને ૮ નંબરની સંપત્તિ ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે ખરીદી છે, જ્યારે ૬ અને ૯ નંબરની સંપત્તિ વકીલ અજય શ્રીવાસ્તવે ખરીદી છે. દાઉદની ૧૦ નંબરની સંપત્તિને ટેક્નિકલ કારણોસર હરાજીમાં રખાઈ ન હતી. આ સંપત્તિની માર્કિંગ (સરહદ) પર અમુક વિવાદ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter