નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટે પૂર્વીય દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં ૧૯૮૪માં શીખવિરોધી રમખાણો દરમિયાન થયેલી હિંસા મુદ્દે નીચલી અદાલતનો ચુકાદો જાળવી રાખ્યો છે. નીચલી અદાલતે ૮૮ લોકોને રમખાણોના દોષિત ઠેરવતા ૫ વર્ષની સજા સંભળાવી હતી. જેના પર ૨૨ વર્ષ બાદ હાઇ કોર્ટે પણ મહોલ લગાવી દીધી છે. જસ્ટિસ આર. કે. ગૌબાએ ૨૮મીએ નીચલી અદાલતના ચુકાદા વિરુદ્ધ દાખલ અરજી પર આ નિર્ણય સંભળાવ્યો હતો અને બધા જ દોષિતોને ૪ સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવા નિર્દેશ આપ્યો છે. દોષિતોએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇ કોર્ટમાં પડકાર્યો હતો.

