દિલ્હીમાં પરેડનું રિહર્સલઃ કર્તવ્ય પથ પર જવાનોનું શૌર્ય

પ્રજાસત્તાક પર્વવિશેષ

Thursday 23rd January 2025 05:34 EST
 
 

એક તરફ 76મા પ્રજાસત્તાક દિવસને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બીજી તરફ 26 જાન્યુઆરીની રોજ યોજાનારી ભવ્ય પરેડ માટે પાટનગર નવી દિલ્હીમાં પૂરજોશથી રિહર્સલ ચાલી રહ્યું છે. આ પરેડમાં પોલીસ અને સેનાના જવાનો મોટી સંખ્યામાં સામેલ થશે. જેના પગલે હાલ કર્તવ્ય પથ પર રિહર્સલના ભાગરૂપે સેનાના જવાનો દિલધડક કરતબ કરી રહ્યાં છે. આ શાનદાર પરેડ વિજયચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. પરેડ દરમિયાન દેશના સૈનિકો વિવિધ પ્રકારનાં અસ્ત્રો-શસ્ત્રો, મિસાઈલો, ટેન્કો, હવાઇ જહાજોથી પોતાની સજ્જતા-ક્ષમતા રજૂ કરે છે. ભારતની આન-બાન-શાન સમાન આ પરેડ પાંચ કિલોમીટરથી વધુ લાંબા રૂટ પરથી પસાર થાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter