દીકરા કરતાં દીકરીઓને વધારે દત્તક લેતાં ભારતીય દંપતી

Saturday 05th December 2015 07:06 EST
 

સામાન્ય રીતે દીકરી કરતાં દીકરા પ્રત્યેનું વળગણ સમાજમાં વધુ જોવા મળે છે, પરંતુ આ માન્યતા છેલ્લા બે વર્ષથી ખોટી સાબિત થઈ રહી છે. ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ભારતમાં દીકરા કરતાં દીકરીઓ વધારે દત્તક લેવાઈ છે. વર્ષ ૨૦૧૨-૨૦૧૩માં ૧૮૧૮ દીકરા અને ૨૮૪૬ દીકરીઓ દત્તક લેવાઈ હતી. વર્ષ ૨૦૧૩-૧૪માં પણ ૧૬૩૧ છોકરાઓ સામે ૨૨૯૩ છોકરીઓ અડોપ્ટ થઈ હતી અને વર્ષ ૨૦૧૪-૧૫માં પણ એ સિલસિલો જારી રહેતાં ભારતમાં ૧૬૮૮ છોકરાઓ અને ૨૩૦૦ કન્યાઓ દત્તક લેવાઈ છે.

નોંધનીય છે કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પણ બાળકો દત્તક લેવાની કાર્યવાહી વધુ સરળ બનાવી છે. એ પછીથી દત્તક લેનારા દંપતીઓનું પ્રમાણ વધી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter