પટના ૯: રાજદ સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ સાંજની ફ્લાઇટથી રાંચીથી પટના જઇ રહ્યા છે. પોતાના દીકરા તેજપ્રતાપનાં લગ્ન માટે તેમણે પાંચ દિવસના પેરોલ માટે અરજી કરી હતી, જે મંજૂર થતાં લાલુ રાંચીથી પટના આવશે. લાલુના આવવાની ખબર સાંભળીને આખા પરિવારમાં ખુશી છવાઇ ગઇ છે ત્યારે બીજી બાજુ રાજકીય ક્ષેત્રે લાલુના આગમનને નવા રૂપમાં જોવામાં આવી રહ્યું છે.