દેશના જૂના અને નવા સંસદ ભવનની ટાઇમલાઇન

Friday 22nd September 2023 04:59 EDT
 

સાંસદો ગણેશ ચતુર્થીના પાવન પર્વે નવા સંસદ ભવનમાં શિફ્ટ થઇ ગયા છે. આપણે જૂના અને નવા - બંને સંસદ ભવનની ટાઇમલાઇન જાણીએ.
જૂનું સંસદ ભવન
• 12 ફેબ્રુઆરી 1921: ડ્યૂક ઓફ કોનોટે સંસદ ભવનનો પાયો નાખ્યો હતો. તે વખતે તે કાઉન્સિલ હાઉસ કહેવાતું હતું.
• 18 જાન્યુઆરી 1927: તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ ઇરવિને સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું.
• 19 જાન્યુઆરી 1927: સંસદ ભવનમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બ્લી ત્રીજા સત્રની પહેલી બેઠક.
• 9 ડિસેમ્બર 1946: બંધારણ સભાની પહેલી બેઠક થઈ.
• 14-15 ઓગસ્ટ 1947ઃ બંધારણ સભાના મધરાત્રિ સત્ર દરમિયાન સત્તાનું હસ્તાંતરણ થયું.
• 13 મે 1952ઃ બંને ગૃહની પહેલી બેઠક.
• 3 ઓગસ્ટ 1970: તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી. ગિરિએ સંસદ એનેક્સીની આધારશિલા સ્થાપી.
• 24 ઓક્ટોબર 1975: તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સંસદ એનેક્સીનું ઉદ્ઘાટન કર્યું.
• 15 ઓગસ્ટ 1987: તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદ લાઇબ્રેરીની આધારશિલા મુકી.
• 7 મે 2002: તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને સંસદ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું.
• 5 મે 2009ઃ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હમિદ અંસારી તથા સ્પીકર સોમનાથ ચેટરજીએ સંસદ એનેક્સીના વિસ્તારિત ભાગનું ઉદ્ઘાટન કર્યું.
• 31 જુલાઇ 2017ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ એનેક્સીના વિસ્તારિત ભાગનું ઉદ્ઘાટન કર્યું.
નવું સંસદ ભવન
• 5 ઓગસ્ટ 2019: તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુ તથા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નવા અને આધુનિક સંસદ ભવનનો પ્રસ્તાવ રજૂ કર્યો.
• 10 ડિસેમ્બર 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની આધારશિલા સ્થાપી.
• 28 મે 2023ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યુ.
• 19 સપ્ટેમ્બર 2023ઃ સંસદનું સત્ર નવા સંસદ ભવનમાં શિફટ થયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter