દેશના ૧૦ રાજ્યોમાં બર્ડ ફ્લૂ

Tuesday 12th January 2021 16:22 EST
 

નવી દિલ્હીઃ દેશમાં એક તરફ કોરોનાનો ભય છે ત્યારે રોજબરોજ બર્ડ ફ્લૂ (એવિયન ઇન્ફ્લૂએન્ઝા)નું જોખમ વધી રહ્યું છે. ૧૧મીના અહેવાલો પ્રમાણે અત્યાર સુધીમાં દેશના ૧૦ રાજ્યોમાં બર્ડ ફ્લૂ દેખાયો છે. છેલ્લે દિલ્હી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો ઉમેરો થયો છે. નોંધનીય છે કે, દિલ્હી સરકારે કુલ ૧૦૯ સેમ્પલને ચકાસણી માટે મોકલ્યાં હતાં તેમાંથી આઠ પોઝિટિવ આવતાં સોમવારે સવારથી જ મયૂર વિહાર ફેઝ-૨માં આવેલા સંજય લેક પાર્કમાં જીવતા પક્ષીઓને તત્કાળ ખતમ કરવાની શરૂઆત કરાઈ હતી અને સંજય લેક સહિત ઓછામાં ઓછા ચાર પાર્કને બંધ કરાયા હતા. કાનપુરના ઝૂમાં મરેલા પક્ષીઓના સેમ્પલ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતાં લખનઉ સુધી તંત્ર દોડતું થયું છે. આ નવા ઘટનાક્રમને પગલે કાનપુર અને લખનઉ સહિતના ઝૂને લોકો માટે બંધ કરાયાં છે. મહારાષ્ટ્રમાં પણ પરભાણી, મુંબઈ, થાણે, બીડ અને ડેપોલીમાં વિવિધ પક્ષીના મોત માટે બર્ડ ફ્લૂ જવાબદાર હોવાનું સાબિત થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter