દેશમાં બે કરોડ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ: સરકાર

Thursday 17th November 2016 08:44 EST
 
 

નવી દિલ્હીઃ ગૃહરાજ્ય પ્રધાન કિરેન રિજ્જુએ ૧૬મી નવેમ્બરે રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં અંદાજે બે કરોડ બાંગ્લાદેશીઓ કાયદેસર પ્રવાસી દસ્તાવેજો સાથે દેશમાં પ્રવેશ્યા હતા. છુપી રીતે દેશમાં ઘુસેલા હોવાથી તેમના ચોક્કસ આંકડા મળે તે શક્ય નથી તેમ તેમણે કહ્યું હતું. ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને પરત તેમના દેશમાં મોકલવાની પ્રક્રિયા નિરંતર ચાલુ હોવાનું તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે કહ્યું હતું કે, જો ભાજપની સરકાર રચાશે તો બાંગ્લાદેશીઓને પરત મોકલી દેવાશે. તેમણે કહ્યું હતું કે, રાજકારણીઓએ મત માટે બાંગ્લાદેશીઓને રેડ કારપેટ પાથરીને આવકાર્યા હતા. તમે લખી રાખો, ૧૬ મે (૨૦૧૪) પછીથી આ બાંગ્લાદેશીઓ તેમના બિસ્તરા-પોટલા લઈને પરત જવા તૈયાર થઈ જશે.’ આસામ અને પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘુસણખોરીને કારણે સૌથી વધુ ત્રસ્ત રાજ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter